ઓછા બજેટમાં વધુ ફીચર્સ iQOO Z11x 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 256GB સ્ટોરેજ અને 7200mAh બેટરી 6 વર્ષ સુધી ચાલવાની ગેરંટી સાથે

ઓછા બજેટમાં વધુ ફીચર્સ iQOO Z11x 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ: iQOO (I Quest On and On) એ 30 જાન્યુઆરી 2019 ના રોજ સ્થપાયેલી Vivo ની પેટાકંપની છે, જે ઉચ્ચ-પ્રદર્શન (High-performance) અને ગેમિંગ-કેન્દ્રિત સ્માર્ટફોન માટે જાણીતી છે। આ ચાઈનીઝ બ્રાન્ડ મુખ્યત્વે બજેટ અને પ્રીમિયમ સેગમેન્ટમાં શક્તિશાળી પ્રોસેસર, ફાસ્ટ ચાર્જિંગ અને આધુનિક ફીચર્સવાળા 5G ફોન લાવે છે iQOO Z11x 5G Price And Features : આઈક્યુ Z11x 5G સ્માર્ટફોન ભારતમાં 256GB સ્ટોરેજ, 7200mAh મોટી બેટરી અને 50MP રિયર કેમેરા જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને તમામ ફીચર્સ

iQOO Z11x 5G Launch In India

iQOO કંપનીએ ભારતમાં 12 માર્ચ 2026 ઝેડ સિરીઝનો બજેટ સ્માર્ટફોન આઈક્યુ Z11x 5G લોન્ચ કર્યો છે. નવા iQOO Z11x 5G ફોનમાં મોટી 7200mAh બેટરી, MediaTek Dimensity 7400 ટર્બો ચિપસેટ, 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. કંપનીએ તેની વેબસાઇટ પર એવો દાવો કર્યો છે કે, આ સ્માર્ટફોનની બેટરી 6 વર્ષ સુધી ચાલશે અને 1600 પૂર્ણ ચાર્જ સાયકલ પછી બેટરી ક્ષમતા ઓછામાં ઓછા 80 ટકા જળવાઇ રહે છે. લેટેસ્ટ આઈક્યુ Z11x 5G હેન્ડસેટમાં શું ખાસ છે? જાણો કિંમત અને તમામ ફીચર્સ

iQOO Z11x 5G ફીચર્સ જાણો

સોફ્ટવેર : iQOO Z11X 5G ડ્યુઅલ-સિમ હેન્ડસેટ છે જે Vivoના Android 16 આધારિત OriginOS 6 પર ચાલે છે. કંપનીનું કહેવું છે કે નવા ફોનમાં બે વર્ષ માટે ઓએસ અપગ્રેડ અને ચાર વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મળશે.

હાર્ડવેર : નવા આઇક્યુ સ્માર્ટફોનમાં 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ટર્બો ચિપસેટ છે. iQOO Z11x 5G ફોન 8GB સુધી રેમ અને 256GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ પ્રદાન કરે છે. ડિવાઇસની બાજુમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.

કેમેરા : આઇક્યુએ દાવો કર્યો છે કે, આ સ્માર્ટફોન વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી છે, જેને IP68 અને IP69+ રેટિંગ મળ્યું છે. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 50 એમપી પ્રાઇમરી અને એપરચર એફ / 2 સાથે 2.45 મેગાપિક્સલનો બોકેહ સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

બેટરી : આઈક્યુ Z11X 5G ફોનમાં 7200mAh બેટરી છે જે 44W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેના પ્રાઇસ સેગમેન્ટમાં સૌથી મોટી બેટરી ક્ષમતા ધરાવો સ્માર્ટફોન હોવાનો દાવો કર્યો છે.

આઈક્યુ Z11X 5G સ્માર્ટફોનમાં 5જી, 4જી એલટીઇ, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.4, યુએસબી ટાઇપ-સી પોર્ટ, કનેક્ટિવિટી માટે જીપીએસ જેવા ફીચર્સ છે. આ સ્માર્ટફોનમાં એક્સિલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, પ્રોક્સિમિટી સેન્સર અને ગાયરોસ્કોપ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું માપ 166.6×78.4×8.4mm અને વજન 219 ગ્રામ છે.

ડિસ્પ્લે : લેટેસ્ટ આઈક્યુ મોબાઇલમાં 6.76-ઇંચ (1,080×2,344 પિક્સેલ) એલસીડી સ્ક્રીન છે જે 120 હર્ટ્ઝ સુધીના રિફ્રેશ રેટ, 382 પીપીઆઈ પિક્સેલ ડેન્સિટી, 1200 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.

7200mAh બેટરી 6 વર્ષ સુધી ચાલવાની ગેરંટી સાથે

વીવોના લેબ ટેસ્ટના પરિણામો અનુસાર, 1600 પૂર્ણ ચાર્જ સાયકલ પછી આ સ્માર્ટફોનની બેટરી ક્ષમતા ઓછામાં ઓછા 80 ટકા જળવાઇ રહે છે. આ પરીક્ષણો દૈનિક વપરાશકર્તા ટેવોનું અનુકરણ કરે છે (દર 1.4 દિવસમાં એકવાર સંપૂર્ણપણે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ) અને સૂચવે છે કે 1600 સાયકલ લગભગ 6 વર્ષના ઉપયોગની સમકક્ષ છે.

ઉપરોક્ત ડેટા વીવો લેબ્સ દ્વારા 23°C±2°C ના આસપાસના તાપમાને સિમ્યુલેટેડ વાતાવરણમાં હાથ ધરવામાં આવેલા પરીક્ષણોના આધારે પ્રદાન કરવામાં આવ્યા છે. વાસ્તવિક પરિણામો પરીક્ષણના સાધનો, પરીક્ષણ વાતાવરણ અને વ્યક્તિગત ઉપયોગની ટેવોના આધારે બદલાઈ શકે છે.

Leave a Comment