Xiaomi 17 Ultra: ચાઈનીઝ ટેક કંપની ભારત માં ઘણા બધા ટેક શાખાઓ માં નવા ફીચર્સ સાથે મોબાઈલ લોન્ચ કરેલ છે. શાઓમીએ આજે 11 માર્ચે ભારતીય બજારમાં પોતાનો સૌથી પાવરફુલ ફ્લેગશિપ સ્માર્ટફોન ‘શાઓમી 17 અલ્ટ્રા’ લોન્ચ કર્યો છે. આ ફોનને સ્ટાન્ડર્ડ શાઓમી 17 મોડેલ સાથે રજૂ કરવામાં આવ્યો છે. લેટેસ્ટ Xiaomi 17 Ultra સ્માર્ટફોન અદભૂત 200MP પેરિસ્કોપ કેમેરા, સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસર, જાણો કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર
Xiaomi 17 Ultra સ્માર્ટફોન ફીચર્સ
Xiaomi 17 Ultra Launch: શાઓમી કંપનીએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન શાઓમી 17 સિરીઝ ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરી છે. ચીનની અગ્રણી સ્માર્ટફોન કંપનીએ શાઓમી એ આ સિરીઝમાં બે સ્માર્ટફોન Xiaomi 17 અને Xiaomi 17 Ultra રજૂ કર્યા છે. આ બંને ફોન Qualcomm ના લેટેસ્ટ પાવરફુલ Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર સાથે આવે છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં Leica સાથે મળી ટ્યૂન કરાયેલી કેમેરા સિસ્ટમ છે. ચાલો જાણીયે લેટેસ્ટ શાઓમી 17 સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને ખાસિયતો વિશે
ડિઝાઇન અને લુક: પ્રીમિયમ લેધર ફિનિશ અને ગ્લાસ પ્રોટેક્શન
શાઓમી 17 અલ્ટ્રાની ડિઝાઇન ખૂબ જ પ્રીમિયમ અને એર્ગોનોમિક છે. ફોનના બેક પેનલ પર મોટો સર્ક્યુલર કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યો છે જે તેને પ્રોફેશનલ કેમેરા જેવો લુક આપે છે. ફોનને બ્લેક અને વ્હાઇટ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યો છે. ફ્રન્ટમાં પ્રોટેક્શન માટે ‘શાઓમી શીલ્ડ ગ્લાસ 3.0’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનનું વજન લગભગ 219 ગ્રામ છે અને તેની જાડાઈ 8.29mm છે. હાથમાં પકડવા પર તે ખૂબ જ સોલિડ અને પ્રીમિયમ ફીલ આપે છે.
તેમાં જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ રોકર્સ આપવામાં આવ્યા છે. નીચેની તરફ USB ટાઈપ-C પોર્ટ અને સિમ ટ્રે મળે છે. ફોનને IP68 રેટિંગ મળ્યું છે, જેનો અર્થ છે કે તે ધૂળ અને પાણીથી સંપૂર્ણપણે સુરક્ષિત છે.
ડિસ્પ્લે વિશેષતા
3,500 નિટ્સની પીક બ્રાઇટનેસ અને વેટ ટચ ટેકનોલોજી ફોનમાં 6.9 ઇંચનો ‘શાઓમી હાઇપર-આરજીબી’ OLED ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. તેમાં 1,200×2,608 પિક્સલનું રિઝોલ્યુશન મળે છે. તે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે, જેનાથી સ્ક્રોલિંગ અને ગેમિંગ અનુભવ સ્મૂથ રહે છે. ડિસ્પ્લેમાં ‘વેટ ટચ’ ટેકનોલોજી આપવામાં આવી છે, જેનાથી હાથ ભીના હોય ત્યારે પણ ફોનની સ્ક્રીન સરળતાથી કામ કરે છે. તેમાં ડોલ્બી વિઝન અને HDR+ નો સપોર્ટ પણ મળે છે.
કેમેરા: લાઇકા કંપની સાથે મળીને બનાવેલ ટ્રિપલ રિયર સેટઅપ
શાઓમી 17 અલ્ટ્રાનું સૌથી મોટું હાઇલાઇટ તેનું કેમેરા સેટઅપ છે:
- મુખ્ય કેમેરા: 50 મેગાપિક્સલનો લાઇકા 1-ઇંચ લાઇટ ફ્યુઝન સેન્સર, જે OIS સપોર્ટ સાથે આવે છે.
- ટેલિફોટો કેમેરા: 200 મેગાપિક્સલનો સેમસંગ HPE સેન્સર, જે 120x ડિજિટલ ઝૂમ કરવામાં સક્ષમ છે.
- અલ્ટ્રાવાઇડ: 50 મેગાપિક્સલનો કેમેરા (115-ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યુ).
- સેલ્ફી: ફ્રન્ટમાં વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે 50 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફોનથી 8K રિઝોલ્યુશન પર વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.
પર્ફોર્મન્સ અને સોફ્ટવેર: સૌથી ઝડપી સ્નેપડ્રેગન પ્રોસેસર
શ્રેષ્ઠ પર્ફોર્મન્સ માટે તેમાં ક્વોલકોમનો લેટેસ્ટ 3nm ઓક્ટા-કોર ‘સ્નેપડ્રેગન 8 એલાઇટ જનરલ 5’ (Snapdragon 8 Elite Gen 5) પ્રોસેસર આપવામાં આવ્યું છે. સોફ્ટવેર: આ ફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત શાઓમીના નવા ‘હાઇપર-ઓએસ 3’ (HyperOS 3) પર ચાલે છે. કનેક્ટિવિટી: તેમાં Wi-Fi 7, બ્લૂટૂથ 6, NFC અને 5G ના તમામ મુખ્ય બેન્ડ્સનો સપોર્ટ મળે છે.
બેટરી અને ચાર્જિંગ: 90W ફાસ્ટ ચાર્જિંગ
શાઓમીએ આ ફ્લેગશિપ ફોનમાં 6,000mAh ની મોટી બેટરી આપી છે. ચાર્જિંગ સ્પીડ: ફોન 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. વાયરલેસ સપોર્ટ: તેમાં 50W વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે, જેનાથી ફોન ખૂબ ઓછા સમયમાં ફુલ ચાર્જ થઈ જાય છે.
Xiaomi 17, શાઓમી 17 અલ્ટ્રા કિમત
શાઓમી 17 સ્માર્ટફોનની કિંમત વૈશ્વિક બજારમાં EUR 999 (લગભગ ₹ 1,07,449) છે. આ ફોન 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. કલર ઓપ્શન્સની વાત કરીયે તો તેમા Alpine Pink, Black, Ice Blue અને Venture Green માં ઉપલબ્ધ છે. તો Xiaomi 17 Ultra પ્રીમિયમ સ્માર્ટફોન છે, જેની કિંમત EUR 1,499 (લગભઘ ₹ 1,61,264) છે, જેમા 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિયન્ટ મળે છે. આ ફોન Black, Starlit Green અને White કલરમાં આવે છે.